Thursday 31 July 2014

Adhyay 2

1. સંજય બોલ્યા :  કરૂણા થી વ્યાપ્ત , શોક યુક્ત અને આંસુ ભરેલા નેત્ર વાળા અર્જુન  ને જોઈ ને મધુ સુદાન કૃષ્ણે નીચે પ્રમાણે વચન કહ્યા।

2. પરમેશ્વરે કહ્યું : હે અર્જુન  મન માં આવી મલિનતા ક્યાંથી આવી? જીવન  જાણનાર મનુષ્ય માટે , તે લેશમાત્ર યોગ્ય નથી. તેનાથી ઉચત્તર લોક ની નહિ પરંતુ અપયશ ની પ્રાપ્તિ થાય છે. 

3. હે પૃથા પુત્ર , આવી હીન નામાંર્ડાઈ ને તાબે ના થઈશ. તને તે શોભતી નથી. હે શત્રુઓ નું દમન કરનાર , હૃદય ની આવી ક્ષુદ્ર દુર્બળતા નો ત્યાગ કર અને ઉભો થા. 

4.  અર્જુને કહ્યું હે શત્રુ હણતા , મધુસુદન હું યુદ્ધ માં ભીષ્મ તથા  દ્રૌણ  જેવા પૂજનીય પુરુષો પર બાણો થી વળતુ આક્રમણ કેવી રીતે કરીશ? 

5. જેઓ મારા ગુરુજનો છે, એવા મહાપુરુષોને હાની પહોંચાડી  ને જીવવા કરતા , ભીખ માંગીને જીવવું વધારે સારું છે. તેઓ તેઓ ભલે દુન્યવી લાભ ની ઈચ્છા રાખતા હોય હોય , તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત હશે.

6.  અમે એ પણ જાણતા નથી કે  અમારે માટે સારું શું છે? તેમને  જીતવા કે તેઓ ધ્વારા જીતાઈ જવું। જો અમે  ધ્રુતરાષ્ટ્ર ના પુત્રો નો વધ કરીશું કરીશું , તો અમને જીવિત  ઈચ્છા રહેશે નહિ।  છતાં તેઓ હવે રણક્ષેત્ર માં અમારી સામે ઉભા છે।  

7. હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતા ને કારણે મારું કર્તવ્ય ભૂલી  ગયો છું અને મન ની બધી સ્વસ્થતા ખોઈ ચુક્યો છું।  આવી સ્થિતિ માં હું તમને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસ પણે કહેવાની કૃપા કરો।  હું હવે આપનો શિષ્ય છું આપનો શરણાગત છું।  કૃપા કરી મને ઉપદેશ આપો. 

8. મારી ઇન્દ્રિયો ને સુકવી 

Wednesday 30 July 2014

adhyay 1

1. ધ્રુતરાષ્ટ્ર બોલ્યા,  તીર્થભુમી કુરુક્ષેત્ર માં યુદ્ધ કરવાની ઈચ્છા થી એકત્ર થયેલા મારા તથા પાંડુ પુત્રો એ શું કર્યું?

2. સંજય બોલ્યા: હે રાજા , પાન્ડુ પુત્રો ની સેના ને વ્યૂહ રચના માં ગોઠવાયેલી જોઈ ને રાજા દુર્યોધન , પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા। 

3. હે આચાર્ય , પાંડુ પુત્રો ની આ  ને જુઓ કે જેની વ્યૂહ રચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે, 

4. અહી આ સેના માં ભીમ અને અર્જુન જેવા અનેક વીર ધનુર્ધારો છે, જેમ કે મહારથી યુયુધાન, વિરાટ, તથા દ્રુપદ। 

5. તદુપરાંત ધ્રુશ્ત્કેતું , ચેકિતાન, કા શિરાજ , પુરુજિત , કુંતીભોજ, તથા શૈબ્ય જેવા  શક્તિશાળી યોદ્ધાઓ પણ છે, 

6. પરાક્રમી યુધામાંન્યું, અત્યંત શક્તિશાળી ઉત્તામૌજા , શુભદ્રા નો પુત્ર , અને દ્રૌપદી ના પુત્રો એ બધા જ મહારથી ઓ છે, 

7. પરંતુ હે બ્રહ્માન શ્રેષ્ટ તમારી જાન માટે હું મારી સેના ના તે નાયકો  વિષે કહું છું।  કે જેઓ મારી સેના ને વિશેષ દોરવાની આપવમાં સહાયક છે. 

8. મારી સેના માં સ્વયમ આપ , ભીષ્મ , કર્ણ , કૃપાચાર્ય, અશ્વત્થામા।  વિકર્ણ , તથા સોમદત્ત નો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે. કે જેઓ યુદ્ધ માં હમેશા વિજયી રહ્યા છે. 

9. એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકારના શાસ્ત્રો થી સુસજ્જ છે. અને યુદ્ધ વિદ્યા માં  નિષ્ણાત છે.

10. આપનું સૈન્ય બળ અમાપ છે. અને આપણે સૌ પિતામહ ભીષ્મ ધ્વારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ , જયારે પાંડવો નું  સૈન્યબળ ભીમ ધ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે. 

11. માટે સૈન્યાવ્યૂહ માં પોતપોતાના મોખરાના સ્થાન પર રહીને , આપ સૌ પિતામહ ભીષ્મ ની પુરેપુરી સહાયતા અવશ્ય કરશો। 

12. ત્યારે કુરુવંશ ના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામહ ભીષ્મે , સિંહ ની ગર્જના સાથે જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ શ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બવું હર્ષ પામ્યો।  

13. ત્યાર પછી શંખ, નગારા તુરાઈ તથા રણ શિંગા સહસા એકસાથે વાગવા લાગ્યા , જેનો સયુંકત વધ્ઘોશ બહુ ઘોંઘાટ ભર્યો હતો. 

14. બીજી બાજુ એ સમા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાલ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા। 

15.