Thursday, 31 July 2014

Adhyay 2

1. સંજય બોલ્યા :  કરૂણા થી વ્યાપ્ત , શોક યુક્ત અને આંસુ ભરેલા નેત્ર વાળા અર્જુન  ને જોઈ ને મધુ સુદાન કૃષ્ણે નીચે પ્રમાણે વચન કહ્યા।

2. પરમેશ્વરે કહ્યું : હે અર્જુન  મન માં આવી મલિનતા ક્યાંથી આવી? જીવન  જાણનાર મનુષ્ય માટે , તે લેશમાત્ર યોગ્ય નથી. તેનાથી ઉચત્તર લોક ની નહિ પરંતુ અપયશ ની પ્રાપ્તિ થાય છે. 

3. હે પૃથા પુત્ર , આવી હીન નામાંર્ડાઈ ને તાબે ના થઈશ. તને તે શોભતી નથી. હે શત્રુઓ નું દમન કરનાર , હૃદય ની આવી ક્ષુદ્ર દુર્બળતા નો ત્યાગ કર અને ઉભો થા. 

4.  અર્જુને કહ્યું હે શત્રુ હણતા , મધુસુદન હું યુદ્ધ માં ભીષ્મ તથા  દ્રૌણ  જેવા પૂજનીય પુરુષો પર બાણો થી વળતુ આક્રમણ કેવી રીતે કરીશ? 

5. જેઓ મારા ગુરુજનો છે, એવા મહાપુરુષોને હાની પહોંચાડી  ને જીવવા કરતા , ભીખ માંગીને જીવવું વધારે સારું છે. તેઓ તેઓ ભલે દુન્યવી લાભ ની ઈચ્છા રાખતા હોય હોય , તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવવા યોગ્ય દરેક વસ્તુ રક્તરંજિત હશે.

6.  અમે એ પણ જાણતા નથી કે  અમારે માટે સારું શું છે? તેમને  જીતવા કે તેઓ ધ્વારા જીતાઈ જવું। જો અમે  ધ્રુતરાષ્ટ્ર ના પુત્રો નો વધ કરીશું કરીશું , તો અમને જીવિત  ઈચ્છા રહેશે નહિ।  છતાં તેઓ હવે રણક્ષેત્ર માં અમારી સામે ઉભા છે।  

7. હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતા ને કારણે મારું કર્તવ્ય ભૂલી  ગયો છું અને મન ની બધી સ્વસ્થતા ખોઈ ચુક્યો છું।  આવી સ્થિતિ માં હું તમને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસ પણે કહેવાની કૃપા કરો।  હું હવે આપનો શિષ્ય છું આપનો શરણાગત છું।  કૃપા કરી મને ઉપદેશ આપો. 

8. મારી ઇન્દ્રિયો ને સુકવી 

No comments:

Post a Comment